ફિલ્મ જગત
News of Saturday, 7th July 2018

ઝીરોમાં અન્‍ડર વોટર સ્‍ટન્‍ટ કર્યો શાહરૂખે

મુબઇ તા ૭ : શાહરૂખ ખાને તેની ‘ઝીરોં' માટે અન્‍ડરવોટર સ્‍ટન્‍ટ કર્યો છે. શાહરૂખ મોટા ભાગે આવા સ્‍ટન્‍ટ જાતે નથી કરતો,પરંતુ ‘ઝીરો' માટે તે કંઇ કસર છોડવા નથી માંગતો. આ ફિલ્‍મને લઇને તે ખૂબ એકસાઇટેડ છે. શાહરૂખ હાલમાં તેની ફેમિલી સાથે ફ્રાન્‍સમાં વેકેશન માણી રહ્યો છે. વેકેશન પર જતાં પહેલાં તે અમેરિકામાં ફિલ્‍મનું શુટિંગ કરી રહ્યો હતો ેઆ શુટિંગ દરમ્‍યાન તેણે અન્‍ડરવોટર દ્રશ્‍ય ફિલ્‍માવવાનું હતું જો કે તેના માટે એ ભજવવાની સાથે-સાથે એનું શુટિંગ કરવું પણ મુશ્‍કેલ છે, કારણ કે એમાં શુટિંગ દરમ્‍યાન જ વિડીયો ઇફેકટ્‍સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી શાહરૂખ ઠિંગુજી દેખાય.

(4:12 pm IST)