ફિલ્મ જગત
News of Saturday, 7th July 2018

સુશાંતસિંહ રાજપુતે ડાયરેક્ટર સંજયપૂર્ણસિંહની બહુચર્ચિત ફિલ્મ “ચંદા મામા દૂરકે” છોડી દીધી

મુંબઈ :બોલીવુડના અભિનેતા સુશાંતસિંહ રાજપુતે ડાયરેક્ટર સંજયપૂર્ણસિંહ ચૌહાણની બહુચર્ચિત ફિલ્મ ચંદા મામા દૂરકે છોડી દીધી છે. સુંશાત આ ફિલ્મમાં એક એસ્ટ્રોનોટની ભૂમિકા ભજવવાનો હતો અને આ માટે તેણે તૈયારી પણ કરી લીધી હતી. ફિલ્મ માટે સુશાંત ઓગસ્ટમાં અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસામાં ખાસ ટ્રેનિંગ માટે પણ ગયો હતો.

  આ પહેલા ફિલ્મ પ્રોડ્યુસર વિકી રજાનીએ એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો જેમાં સુશાંત સ્પેસ શૂટમાં જાવા મળ્યો હતો. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે અભિનેતા સુશાંતે આ ફિલ્મથી છેડો ફાડી દીધો છે. ડાયરેક્ટર સંજયે જણાવ્યુ કે, સતત શુટિંગમાં થઈ રહેલ વિલંબના કારણે સુશાંતે આ ફિલ્મ છોડી દીધી છે.

(2:17 pm IST)