ફિલ્મ જગત
News of Friday, 7th June 2019

પ્રિયંકા ચોપરાએ પહેરી બેકલેસ સાડી, યુઝર્સે કહ્યું, 'વલ્ગર'

મુંબઇ,તા.૭ : પ્રિયંકા ચોપરાએ હાલમાં જ એક ફેશન એન્ડ સ્ટાઇલ મેગેઝીન માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તેણે જે સાડી પહેરી છે તેમાં તેને બ્લાઉઝ નથી પહેર્યો આ કારણે તે ટ્રોલ થઇ છે.

તેણે ડિઝાઇનર તરૂણ તહલિયાની દ્વારા ડિઝાઇન ગોલ્ડન શિમરી સાડી પહેરી હતી જેમાં તેણે સાથે બ્લાઉઝ પહેર્યો ન હતો. તેનાં ફોટોશૂટનો વીડિયો અને તસવીરો હાલમાં વાયરલ થઇ રહી છે.  જેનાં પર કમેન્ટ્સ તેને એક્સપોઝ કરવા પર ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું, આપે ડ્રિંક કર્યુ છે, શર્મ કરો, ભુલો નહીં તમે ભારતીય છો. એક યુઝરે લખ્યું છે, હોલિવૂડમાં ફિટ થવા માટે વલ્ગારિટીની હદ પાર કરી નાંખી. એકે લખ્યુ છે હોલિવૂડમાં નામ કમાવવાં બધી જ હદ પાર કરી દીધી. આપ શરમ કરો આંટી.

આ સિવાય પણ પ્રિયંકા ચોપરાએ અન્ય પણ તસવીરો શેર કરી છે જેમાં તે ખુબજ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ લાગે છે.  પ્રિયંકા ચોપરાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

(2:23 pm IST)