ફિલ્મ જગત
News of Friday, 7th June 2019

એક અનોખી કિયારા જોવા મળશે

શાહિદ કપૂર ફરી એક વખત એવો રોલ નિભાવી રહ્યો છે જેની જિંદગી નશાથી પ્રભાવીત છે. ફિલ્મ કબીર સિંહમાં તે એવો ડોકટર છે જે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકતો નથી અને ગર્લફ્રેન્ડને ભુલી શકતો નથી. ફિલ્મોમાં ભલે ડ્રગ્સ એડિકટના રોલ નિભાવતો હોય, પણ અસલ જિંદગીમાં શાહિદ દારૂ અને ડ્રગ્સથી દૂર જ રહે છે. તે પોતાની ફિટનેસ માટે જાણીતો છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી મુખ્ય રોલમાં છે. કિયારા ફિલ્મમાં ગુમસુમ અને ચુપચાપ જોવા મળી રહી છે. આ વિશે નિર્દેશક સંદિપ કહે છે કે આ ફિલ્મમાં કેમેરો એ જ જૂએ છે જે અર્જૂન (શાહિદ) જૂએ છે. અર્જૂન બાઇક લઇને નીકળે છે અને ઉપર જૂએ છે તો તેને પ્રિતી દેખાય છે. પ્રિતી એવી છોકરી છે જે ખુબ સરળ સીધી સાદી છે. આ એક અનોખી પ્રેમ કહાની છે. ફિલ્મમાં તે એવી અભિનેત્રી છે જે નેવુ મિનિટ સુધી  સ્ક્રીન પર કયાંય નહિ દેખાય!..આ કહાની લખવી પડકારજનક હતી, પણ મને મજા આવી. કિયારા આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહી છે.

(11:49 am IST)