ફિલ્મ જગત
News of Friday, 7th June 2019

આ વર્ષે કરીનાની બે ફિલ્મો અંગ્રેજી મિડિયમ અને ગૂડ ન્યુઝ

અભિનેત્રી કરીના કપૂર ખાન અવાર-નવાર ફેશન સેન્સથી સોૈને આકર્ષતી રહે છે. તેનો લૂક દર વખતે અલગ જ હોય છે. હાલમાં જ તેણે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે અત્યંત હોટ અને બોલ્ડ અંદાજમાં દેખાઇ રહી છે. આ તસ્વીરો સોશિયલ મિડીયા પર ખુબ વાયરલ થઇ હતી. કરીનાએ કરણ જોહર અને દિલજીત દોસાંજ સાથે પણ ફોટોશૂટ કરાવ્યું હતું. વોગ મેગેઝીનના કવર પેજ માટેની આ તસ્વીરો હતી. બેબોએ ગ્રીન અને બ્લેક આઉટીફિટમાં ખુબ જ હોટ અંદાજથી તસ્વીર ખેંચાવી હતી. તો અન્ય એક ડ્રેસમાં ગુલાબી રંગના ડ્રેસમાં પણ તે ખીલી ઉઠી હતી. પીચ કલરના ગાઉન સાથેની તેની તસ્વીર પણ ખૂબસુરત છે. જે  ચાહકોને ખુબ પસંદ પડી છે. આ તસ્વીરોમાં તેનો ગજબનો આત્મવિશ્વાસ છલકી રહ્યો છે.  તે તાજેતરમાં ટીવી શો સાથે જોડાઇ છે. તો તેની ફિલ્મો અંગ્રેજી મિડિયમ, ગૂડ ન્યુઝ અને તખ્ત પણ બની રહી છે. જેમાં બે ફિલ્મો આ વર્ષે જ રિલીઝ થશે.

(11:48 am IST)