ફિલ્મ જગત
News of Friday, 7th June 2019

હું દોસ્તમાંથી આગળ વધવા ઇચ્છુ છું: દિશા

બોલીવૂડમાં ફિલ્મ એમએસ ધોની થકી કારકિર્દી શરૂ કરનાર દિશા પટાનીએ હવે નામના મેળવી લીધી છે. તેની સલમાન ખાન સાથેની ભારત રિલીઝ થઇ ગઇ છે. તે અન્ય ફિલ્મોની તૈયારીમાં છે. દિશાએ પોતાની લવ લાઇફ અને કારકિર્દી વિશે કહ્યું હતું કે હું ટાઇગરને ઇમ્પ્રેસ કરવા માટે ખુબ પ્રયાસ કરુ છું, પણ એ મારાથી પ્રભાવિત થતો જ નથી. તે ખુબ  સ્લો મોશન વ્યકિત છે. હું તેને ઇમ્પ્રેસ કરવા માટે સતત પ્રયાસો કરતી રહુ છું અને તેને જણાવું પણ છું. મેં જિમ્નાસ્ટિકસ શીખી લીધુ છે અને એક ફિલ્મમાં ફાયર રિંગ પાસે સ્ટંટ પણ કર્યા છે.  આમ છતાં તે મારાથી પ્રભાવિત થતો નથી. મને લાગે છે મારો ટાઇગર પ્રત્યેનો પ્રેમ એકતરફી છે. હું ખાસ દોસ્તીમાંથી આગળ વધવા ઇચ્છું છું. દિશા પોતાના લૂક વિશે કહે છે કે શારીરિક રીતે હું ખુબ બદલાઇ ગઇ છું, પરંતુ અંદરથી ખુબ શરમાળ છું. દિશાએ એ પણ કહ્યું હતું કે મોડેલિંગમાં આવી એ પહેલા પાઇલોટ બનાવની ઇચ્છા હતી. પણ સમજ જતાં ઇચ્છા બદલાઇ ગઇ હતી.

(11:47 am IST)