ફિલ્મ જગત
News of Thursday, 7th June 2018

શાહરૂખખાનની સાવકી બહેન નૂરજહાં પાકિસ્તાનમાં ચૂંટણી લડે તેવી શકયતા

 

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાવકી બહેન પાકિસ્તાનમાં થનાર સામાન્ય ઈલેક્શનમાં પેશાવર સીટ પરથી દાવેદારી નોંધાવી શકે છે મળતા અહેવાલ મુજબ  નૂરજહાંએ ઈલેક્શન પંચ પાસેથી નામાંકન પત્ર પણ મેળવી લીધો છે અને તે PK-77 સીટ પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે.

 

   નૂરજહાં શાહરૂખખાનની પિતરાઈ બહેન છે. તેમને પાકિસ્તાની સમાચાર પત્રને કહ્યું કે, હું મહિલાના સશક્તિકરણ માટે કામ કરવા માંગુ છું. હું મારા ઈલેક્શન વિસ્તારની સમસ્યા પર ધ્યાન આપીશ.
  
નૂરજહાં બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાનના ઘરે બે વખત આવી ચૂકી છે અને તેમનો પરિવાર સીમાઓ છતાં એકબીજાના ટચમાં રહે છે.

   નૂરજહાંનો ભાઈ મંસૂર ચૂંટણી પ્રચારનો બધું કામ જોઈ રહ્યો છે. મંસૂરે કહ્યું કે, અમારા પાસે પરિવાર સાથે જોડાયેલ એક રાજકીય વિરાસત છે. તે ઉપરાંત તેમને જણાવ્યું કે, મારી બહેન કાઉન્સિલર પર રહી ચૂકી છે.

(1:10 am IST)