ફિલ્મ જગત
News of Thursday, 7th June 2018

'સિમ્બા'ના શૂટિંગના પહેલા દિવસે જ રોહિતે રણવીરને ખખડાવી નાખ્યો ?

મુંબઈ ;રોહિત શેટ્ટી દિગ્દર્શિત અને રણવીર સિંહ તથા સારા અલી ખાન અભિનિત ફિલ્મ સિમ્બાનું શૂટિંગ હૈદરાબાદની રામોજી રાવ ફિલ્મ સિટીમાં શરૂ થઇ ગયું છે. શુટિંગ શરૂ કરતા પહેલા ફિલ્મની સ્ટારકાસ્ટે એક ફની વિડિયો શુટ કર્યો છે. જેમાં રણવીર સિંહ એક મરાઠી ડાયલોગ બોલે છે પછી રોહિત તેને ખખડાવી નાખે છે. બાદમાં રણવીર પોતાની કૉ-એક્ટ્રેસ સારા અલી ખાનની મજાક ઉડાવે છે.

(10:52 pm IST)