ફિલ્મ જગત
News of Thursday, 7th June 2018

દુબઈમાં 'વીરે દી વેડિંગ'પર ચાલી કાતર

મુંબઈ:રિયા કપૂર અને એકતા કપૂરની લેટેસ્ટ ફિલ્મ વીરે દી વેડિંગમાં રહેલા કેટલાંક 'બોલ્ડ' દ્રશ્યો દૂબઇના ફિલ્મ સેન્સર બોર્ડે કાપી નાખ્યા હોવાની જાણકારી મળી હતી.

ફિલ્મમાં ચાર સરખે સરખી ઉંમરની બહેનપણીઓ એક લગ્ન માણવા જાય છે એવી વાત છે. એમાં સોનમ કપૂર આહુજા, કરીના કપૂર ખાન, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણિયા કામ કરી રહી છે. ઘરઆંગણે ફિલ્મ રજૂ થયાના પાંચ દિવલમાં પચાસ કરોડની આવક નોંધાવવા જેવી ચાલી રહી છે જ્યારે દૂબઇમાં સેન્સર બોર્ડે બોલ્ડ લાગે એવા સીન રીતસર કાપી નાખ્યા હતા.આરબ દેશોમાં આપણી જેમ લાલિયાવાડી ચાલતી નથી. ત્યાં તો સેન્સર બોર્ડ અત્યંત કડક હોય છે અને નિયમ મુજબ કામ કરે છે. વીરે દી વેડિંગ આમ તો ક્યારની વહેલી પૂરી થઇને રજૂ થઇ ગઇ હોત. પરંતુ કરીના કપૂર પ્રેગનન્ટ થતાં ફિલ્મ અટકી પડી હતી. કરીનાએ ફિલ્મો છોડી દેવાની તૈયારી દાખવી હતી પરંતુ રિયા અને એકતા કપૂરે એની વાટ જોવાનું પસંદ કર્યુ ંહતું.દરમિયાન, ફિલ્મના ટાઇટલ અંગે પણ મુંબઇ હાઇકોર્ટમાં કેસ થયો હતો. અન્ય એક ફિલ્મ સર્જકે આવુંજ ટાઇટલ રાખીને ફિલ્મ બનાવી હતી જેને અનિલ કપૂરે કોર્ટમાં પડકારી હતી. જો કે અનિલ કપૂર કોર્ટમાં હારી ગયો હતો.

 

(4:00 pm IST)