ફિલ્મ જગત
News of Thursday, 7th June 2018

ફિલ્મ સિમ્બા ફ્લોર પર ગઈ

મુંબઈ:કરણ જોહર અને રોહિત શેટ્ટીની રણવીર સિંઘને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સિમ્બા મંગળવારે ફ્લોર પર ગઇ હોવાનું જાણવા મળ્યું હતું.

ફિલ્મમાં રણવીર સિંઘ સાથે પહેલીવાર સારા અલી ખાન ચમકી રહી છે. સારા વીતેલા જમાનાની ટોચની અભિનેત્રી અમૃતા સિંઘ અને સૈફ અલી ખાનની પુત્રી છે. આમ તો એની પહેલી ફિલ્મ કેદારનાથ ગણાય. પરંતુ કેદારનાથના નિર્માતા અને નિર્દેશક વચ્ચે ખટરાગ થતાં ફિલ્મ વિલંબમાં પડી હતી એટલે સૈફ અલી ખાન ચિંતિત થયો હતો અને એણે કરણ જોહરની મદદ માગી હતી. કરણે તરત સારાને સિમ્બા માટે સાઇન કરી હતી. સારાએ પોતાની બલ્ક તારીખો સિમ્બાને આપતાં કેદારનાથના ડાયરેક્ટર અભિષેક કપૂરે કોર્ટમાં ધા નાખી હતી પરંતુ કરણ જોહર અને રોહિત શેટ્ટીએ દરમિયાનગીરી કરીને કોર્ટની બહાર  સમાધાન કર્યું હતું. સારા બંને ફિલ્મો કરી શકે એવી ફોર્મ્યુલા શોધી કઢાઇ હતી.કેદારનાથ નવેંબરની ૩૦મીએ રજૂ કરવાની અભિષેકની ઇચ્છા છે જેથી એવું દેખાડી શકે કે એની ફિલ્મથી સારાની અભિનય કારકિર્દી શરૃ થઇ હતી. રોહિતની ફિલ્મ સિમ્બા ડિસેંબરની ૨૮મીએ ક્રિસમસ દરમિયાન રજૂ થશે.સમર્થનવિહોણા એક અહેવાલ મુજબ પહેલેજ દિવસે રણવીરને ડાયરેક્ટરે ઠપકો આપ્યો હતો અને કામમાં એકાગ્ર થઇને ડાયરેક્ટરની અપેક્ષા મુજબ કામ કરવાની સલાહ આપી હતી.

(4:00 pm IST)