ફિલ્મ જગત
News of Thursday, 7th June 2018

આવતી કાલે ચીનમાં રજૂ થશે 'ટોયલેટ એક પ્રેમ કથા'

મુંબઈ:ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમારની સામાજિક સંદેશ ધરાવતી અને સુપરહિટ નીવડેલી ફિલ્મ ટોયલેટ એક પ્રેમકથા આવતી કાલે શુક્રવારે ૮મી જૂને ચીનમાં રજૂ થશે એવી માહિતી મળી હતી.શ્રી નારાયણ સિંઘ નિર્દેશિત ફિલ્મમાં અક્ષયની સાથે ભૂમિ પેડણેકર અને સોનમ કપૂર ચમક્યાં હતાં. દક્ષિણ ભારતની ગરીબ મહિલાઓને તેમના માસિક સ્રાવ દરમિયાન, સસ્તાં સેનિટરી નેપકીન્સ મળી રહે માટે પ્રયાસો કરનારા અરુણાચલમ મુરુગનાથની બાયોફિલ્મ દેશમાં હિટ નીવડી હતી. હાલના વડા પ્રધાનના સ્વચ્છ ભારતના અને ખુલ્લામાં ગુરુશંકા નહીં કરવાના આંદોલનના એક ભાગ રૃપે ફિલ્મ બનાવાઇ હતી જેને બોક્સ ઑફિસ પર પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મે પહેલા સપ્તાહમાં ૧૦૦ કરોડની આવક નોંધાવી હતી. ફિલ્મ સર્જકોએ બુધવારે ફિલ્મનું ચાઇનીઝ ભાષામાં પોસ્ટર રિલિઝ કર્યુ ંહતું.

(3:59 pm IST)