ફિલ્મ જગત
News of Thursday, 7th June 2018

મારામાં કવોલિટી નથી એ હું રણબીર, આલિયા અને આયાન પાસેથી શીખીશ એવી મને આશા છે : અમિતાભ બચ્ચન

નવી શરૂઆત:  'બ્રહ્માસ્ત્ર'ના સેટ પર બિગ બીને ભેટતી આલિયા ભટ્ટ (ઉપર) અને અમિતાભ બચ્ચનની ચાલવાની સ્ટાઇલનો મોબાઇલમા સ્લો મોશન વિડિયો શૂટ કરીને તેમને દેખાડતો રણબીર કપૂર.

 

મુંબઇ, તા. ૭ : આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને આયાન મુખરજી પાસે અમિતાભ બચ્ચન એવી કેટલીક ટેકિનક શીખવાની આશા રાખી રહ્યા છે જેની તેમનામાં ઊણપ છે. તેઓ મંગળવારે 'બ્રહ્માસ્ત્ર'ના રિહર્સલ કરતા જોવા મળ્યા હતા. આ રિહર્સલના ફોટો બ્લોગ પર શેર કરતા બિગ બીએ લખ્યું હતું કે, 'અમારી 'બ્રહ્માસ્ત્ર'ની તૈયારી શરૂ થઇ ગઇ છે. મેં મારો (મંગળવાર)નો આખો દિવસ ફિલ્મના લુક માટે કાઢયો હતો. આ ખૂબ જ હેરાનગતિવાળુ કામ છે. મારા ચહેરા પર મેકઅપ લગાવવામાં આવતો અને કાઢવામાં આવતો. ત્યાર બાદ ફરી લગાવવામાં આવતો. જયાં સુધી લુક માટેના કેટલાક નિર્ણય ન લેવાયા ત્યાં સુધી એ પ્રક્રિયા ચાલુ રહી હતી. લુક માટેની આટલી મહેનત અમારા સમયે કયારેય નહોતી લેવામાં આવી. આલિયા, રણબીર અને આયાન સાથે કામ કરીને મને ઘણું શીખવા મળી રહ્યું છે. મારામાં જે કવોલિટી નથી એ મને તેમની પાસે શીખવા મળે એવી હું આશા રાખું છું.'

 

(10:08 am IST)