ફિલ્મ જગત
News of Thursday, 7th June 2018

રજનીકાંતની બહુચર્ચીત 'કાલા' આજથી રિલીઝ

તમિલ ઉપરાંત હિન્દી, મલયાલમ, તેલુગુ ભાષામાં પ્રદર્શિત

આવતીકાલથી રજનીકાંતની બહુચર્ચીત ફિલ્મ 'કાલા' રિલીઝ થઇ છે. તમિલ ભાષામાં બનેલી આ ફિલ્મ હિન્દી ડબીંગ સાથે પણ રિલીઝ થઇ રહી છે. નિર્માતા ધનુષ અને નિર્દેશક પા. રનજીતની આ ફિલ્મમાં રજનીકાંત સાથે નાના પાટેકર, સમુથીરાકની, અરૂલદોસ, ઇશવાની રાવ, હુમા કુરેશી, અંજલી પાટીલ, સુકન્યા, અરવિંદ આકાશ, સયાજી સિંદે, રવી કાલે, પંકજ ત્રિપાઠી, યતીન કારેયકર, સાક્ષી અગ્રવાલ સહિતના કલાકારો છે. ૧૫૯ મિનીટની આ ફિલ્મમાં સંગીત સંતોષ નારાયણનનું છે.

અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંતે તાજેતરમાં કાવેરી જળ વિવાદ મુદ્દે કર્ણાટક સરકાર પર વિરૂધ્ધ ટિપ્પણી કરતાં કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ફિલ્મને રિલીઝ નહિ કરવાનો નિર્ણય લેવાયો હતો. નિર્માતા કંપનીએ રિલીઝ પરના પ્રતિબંધ સામે કોર્ટના દરવાજા ખખડાવતાં અરજી કરી હતી. તે અંતર્ગત ફિલ્મને રિલીઝ કરવાની પરવાનગી મળી જતાં આવતીકાલથી દેશભરમાં તમિલ ઉપરાંત તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષામાં પણ આ ફિલ્મ રિલીઝ થશે.

ઉલ્લેખનિય છે કે રજનીકાંતની આ ફિલ્મના નિર્માતાઓ પર એક જર્નલિસ્ટ જવાહર નડારે માનહાનિનો કેસ પણ કર્યો છે. તેણે એવો દાવો કર્યો હતો કે ફિલ્મમાં રજનીકાંતે જે પાત્ર ભજવ્યું છે તે અસલી જિંદગીમાં તેના પિતા થિરાવિયમ નડારના પાત્રને મળતું આવે છે. વળી આ રોલને નેગેટિવ દેખાડાયો છે. નિર્માતાઓ લેખિતમાં માફી માંગે અને ૧૦૧ કરોડ રૂપિયા દંડ આપે તેવી માંગણી પણ કરી હતી.

(10:06 am IST)