ફિલ્મ જગત
News of Friday, 7th May 2021

કોઇના શરીર પર ટીકા કરવી નહિઃ અક્ષિતા મુદ્દગલ

ટીવી પરદાના શો ઇશ્ક પર જોર નહિને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. અહાન અને ઇશ્કીની પ્રેમ કહાની આ શોમાં દેખાડાઇ છે. જેમાં મહત્વપુર્ણ સામાજીક મુદ્દાઓને પણ ઉજાગર કરાયા છે. જેમાં મહિલાઓને તેની પસંદગી મુજબ કામ કરવાની, તેને ઇચ્છા મુજબ કારકિર્દી પસંદ કરવાની સ્વતંત્રતા અને પોતાનું મંતવ્ય રજૂ કરવાના અધિકારોનું મહત્વ સમજાવાયું છે. શોમાં અક્ષિતા મુદ્દગલ ઇશ્કીનો રોલ નિભાવી રહી છે. જે સાધારણ પરિવારની દિકરી છે અને ખુબ મહેનત કરવામાં વિશ્વાસ ધરાવે છે. તે સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે અને જિંદાદીલ સ્વભાવવાળી છે. ઇશ્કી માટે દુનિયામાં સોૈથી વધુ મહત્વનું હોય તો એ પ્રેમ છે. અક્ષિતા કહે છે કે કોઇ છોકરીઓ શરીરે જાડે હોય તો તેને લઇને તેને શરમાવવી જોઇએ નહિ. દરેક પ્રકારની બોડી ધરાવતી મહિલાઓ સુંદર હોય છે. લોકોએ આવા શરીર પર ટીકા ટીપ્પણી કરવા જોઇએ નહિ. કોઇના શરીર પર થયેલી ટીકા તેના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરતી હોય છે. 

(10:04 am IST)