ફિલ્મ જગત
News of Monday, 7th May 2018

પિતાના વારસાને આગળ ધપાવવાની મારી ઈચ્છા : અમિતાભ બચ્ચન

50 વર્ષથી લોકો વચ્ચે છું છતાં તેમના જેવી પ્રતિભા ઉભી કરી શક્યો નથી :પિતાની સાર્વજનિક જીવનમાં હાજરી મારા કરતા અનેક ઘણી વધુ

મુંબઈ :બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન ઇચ્છે છે કે લોકો તેમને પ્રખ્યાત કવિ હરીવંશરાય બચ્ચનના પુત્ર તરીકે ઓળખે. બચ્ચને સ્પષ્ટ કર્યુ હતું કે મારી પાસે અહીં મુકીને જવા માટે કોઈ વિરાસત નથી. અમિતાભ બચ્ચનનુ કહેવુ છે કે મારા પિતાની સાર્વજનિક જીવનમાં હાજરી મારા કરતા અનેક ઘણી વધુ હતી. બચ્ચને ઉમેર્યુ હતું કે હું છેલ્લા ૫૦ વર્ષથી લોકો વચ્ચે છું છતાં હરીવંશરાય બચ્ચન જેવી પ્રતિભા ઉભી કરી શક્યો નહીં. મારી પોતાની એવી કોઈ ઓળખ નથી જે કંઈ છે તે મારા પિતાની ઓળખ છે જેને આગળ ધપાવવામાં મને રસ છે.
 ૭૫ વર્ષીય અમિતાભ બચ્ચન પોતાના પિતાની કવિતા વાંચવામાં ખાસ રસ ધરાવે છે. તેમના સુપ્રસિદ્ધ કાવ્યગ્રંથ મધુશાલાની પંક્તિઓ અમિતાભ અવાર નવાર જાહેર કાર્યક્રમમાં વાંચત હોય છે. અમિતાભ પોતાના પિતા તરફથી મળેલ શીખામણને પોતના પુત્ર અભિષેક બચ્ચનને પણ આપવા માંગે છે. અમિતાભે જણાવ્યુ હતું કે પિતા સાથે વિતાવેલ દરેક પળ મારા માટે ખાસ છે. જે મારી વ્યક્તિગત મૂડી છે. 

(1:45 pm IST)