ફિલ્મ જગત
News of Sunday, 7th March 2021

ન્યૂયોર્કમાં પ્રિયંકા ચોપરા ઈન્ડિયન રેસ્ટોરાં ખોલશે

કામ શરૂ કરતાં પહેલા પતિ સાથે પૂજા કરી : પ્રિયંકા ચોપરા છેલ્લે હિન્દી ફિલ્મ 'ધ વ્હાઈટ ટાઈગર'માં જોવા મળી હતી. અંગ્રેજી બાદ હિન્દીમાં બુક લોંચ કરશે

ન્યૂયોર્ક, તા. : ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા છેલ્લા થોડા દિવસથી તેની ઓટોબાયોગ્રાફી 'અનફિનિશ્ડ'ના કારણે ચર્ચામાં છે. પુસ્તકમાં પ્રિયંકાના બાળપણથી લઈને યુવાની અને લગ્નજીવનના એવા ઘણા કિસ્સાનો ઉલ્લેખ છે જેની અત્યાર સુધી લોકોને જાણ નહોતી. પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ બહાર પાડ્યા બાદ પ્રિયંકા હિન્દીમાં પણ 'અભી બાકી હૈ સફર' નામે તેની ઓટોબાયોગ્રાફી બહાર પાડવાની છે. જો કે, હાલ પ્રિયંકા પોતાના પુસ્તક નહીં બીજા કારણોસર ચર્ચામાં છે.

પ્રિયંકાએ હાલમાં પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ મૂકીને નવી રેસ્ટોરાં ખોલવાની જાહેરાત કરી છે. પ્રિયંકા ન્યૂયોર્ક સિટીમાં ર્જીંદ્ગછ નામની ભારતીય રેસ્ટોરાં શરૂ કરવાની છે. પ્રિયંકાની રેસ્ટોરાં માર્ચ મહિનાના અંતે શરૂ થવાની છે. પ્રિયંકાએ રેસ્ટોરાંમાં યોજાયેલી પૂજાની તસવીર શેર કરી હતી. જેમાં એક તસવીરમાં પ્રિયંકા પતિ નિક જોનસ સાથે પણ પૂજા કરતી જોવા મળે છે.

તસવીરો શેર કરતાં પ્રિયંકાએ લખ્યું, *તમારી સામે રજૂ કરું છું ન્યૂયોર્ક સિટીમાં ખુલનારી નવી રેસ્ટોરાં સોના, જેમાં મેં મારો ભારતીય ભોજન પ્રત્યેનો પ્રેમ ભેળવ્યો છે. સોનામાં તમને ભારત અને હું જે સ્વાદ સાથે મોટી થઈ છું તે ચાખવા મળશે. સોના મહિનાના અંત સુધીમાં ખુલી જશે અને તમને મળવાનો ઇંતેજાર રહેશે. શેફ હરિનાયકે સૌથી સ્વાદિષ્ટ અને નવીન મેન્યૂ તૈયાર કર્યું છે જ્યાં તમે મારા અદ્ભૂત દેશનો સ્વાદ માણી શકશો.* ઉપરાંત પ્રિયંકાએ પોતાના મિત્રો, ડિઝાઈનર અને રેસ્ટોરાંને આકાર આપવામાં મદદ કરનારી બાકીની ટીમનો આભાર માન્યો છે.

પ્રિયંકાએ આગળ લખ્યું, *બીજો અને ત્રીજો ફોટોગ્રાફ સપ્ટેમ્બર ૨૦૧૯નો છે જ્યારે અમે સ્થળે ખૂબ નાનકડી પૂજા આયોજિત કરી હતી.* પ્રિયંકાની પોસ્ટ પર દુનિયાભરના તેના મિત્રો અને સેલેબ્સ તેમજ ફેન્સ કોમેન્ટ કરીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે રેસ્ટોરાંમાં ભોજન લેવા જવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા હાલમાં રિલિઝ થયેલી ફિલ્મ ' વ્હાઈટ ટાઈગર'માં જોવા મળી હતી. ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત રાજકુમાર રાવ અને આદર્શ ગૌરવ હતા. પ્રિયંકા પાસે હાલ હોલિવુડની બે મોટી ફિલ્મો છે.

(7:23 pm IST)