ફિલ્મ જગત
News of Sunday, 7th March 2021

સંગીતકાર અતુલ દાનિશને ખાસ ગિફ્ટ આપશે

દાનિશની ગાયકીથી અતુલ ખૂબજ પ્રભાવિત થઈ ગયો

ઈન્ડિયન આઈડલના અપકમિંગ એપિસોડમાં મ્યૂઝિક ડિરેક્ટરની જોડી અજય અને અતુલ મહેમાન બનવાના છે

મુંબઈ,તા.7 : સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ આજના સમયમાં લોકોમાં મ્યૂઝિક પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે તેની પૂરતી ખાતરી કરે છે. કન્ટેસ્ટન્ટ્સ પોતાના પર્ફોર્મન્સથી હંમેશા જજ અને દર્શકોને ખુશ કરી દે છે. મ્યૂઝિકલ વીકએન્ડને વધારે સારું બનાવવા માટે ઈન્ડિયન આઈડલે ફેમસ મ્યૂઝિક ડિરેક્ટરની જોડી અજય અને અતુલને આમંત્રિત કર્યા છે. શોના કન્ટેસ્ટન્ટ દાનિશ ખાને દેવા શ્રી ગણેશા અને ઈશ્કબાઝી સોન્ગ પર સુંદર પર્ફોર્મન્સ આપ્યું હતું. પર્ફોર્મન્સ બાદ દાનિશે ખુલાસો કર્યો કે, સિંગિંગ કરિયરની શરુાતમાં તે માતાના જાગરણાં ગીત ગાતો હતો. તેનું પર્ફોર્મન્સ અતુલના હૃદયને સ્પર્શી ગયું હતું અને તેમણે ગણપતિ બાપ્પાના લોકેટવાળી એક ચેઈન તેને ગિફ્ટમાં આપી હતી. અતુલે કહ્યું કે, 'ઘણા લાંબા સમયથી ચેઈન મારી પાસે છે અને આજે તારા પર્ફોર્મન્સથી ખુશ થઈને હું તને આ ગિફ્ટમાં આપવા માગુ છું. આ ચેઈન તારા માટે લકી સાબિત થશે'. દાનિશનું પર્ફોર્મન્સ સાંભળીને શોની જજ નેહા કક્કડ પણ થોડી ઈમોશનલ થઈ હતી. તેણે કહ્યું કે, હું ભગવાનમાં માનું છે અને મને લાગે છે કે, જીવનમાં મેં જે કંઈ મેળવ્યું છે તે ભગવાનના કારણે. હું આ માટે ભગવાનનો આભાર માનું છું. તારા સોન્ગથી હું એકદમ અલગ ઝોનમાં જતી રહી હતી. હંમેશા આમ જ પર્ફોર્મન્સ આપતો રહે. જજ તરફથી સારી કોમેન્ટ મળ્યા બાદ, ટેલેન્ટેડ સિંગર દાનિશે કહ્યું, દિગ્ગજ ડિરેક્ટર તરફથી મને સ્પેશિયલ ગિફ્ટ મળી તે માટે હું પોતાને નસીબદાર માનુ છું. આ આશીર્વાદ સમાન છે અને આ ક્ષણથી મારે જીવનમાં ઘણુ બધુ મેળવવાનું બાકી છે. દેવા શ્રી ગણેશા સોન્ગ જગરાતામાં હું સૌથી પહેલા ગાતો હતો અને બાદમાં મારી અને ભીડને એનર્જી આપમેળે ડબલ થઈ જતી હતી. શોના વીકએન્ડના એક એપિસોડમાં બોલિવુડના 'ડ્રીમ ગર્લ' હેમા માલિની પણ મહેમાન બનીને આવવવાના છે. જ્યાં તેઓ જીવનના કેટલાક રસપ્રદ કિસ્સા સંભળાવતા જોવા મળશે.

(4:09 pm IST)