ફિલ્મ જગત
News of Wednesday, 7th March 2018

ઝીરોમાં કેટરિના કૈફનો લુક

કેટરિના કૈફ હાલમાં શાહરૂખ ખાન સાથેની આગામી ફિલ્મ 'ઝીરો' ના મંુબઇની ફિલ્મસિટીમાં થઇ રહેલા શૂટિંગમાં વ્યસ્ત છે. ગઇ કાલે તેણે ઇન્સ્ટાગ્રામ પર તેનો એક લુક જાહેર કર્યો હતો. સેટ પર કેટરિના ખૂબસૂરત લાગી રહી છે. તેણે માંગ સજાવી છે અને નથ પણ પહેરી છે. તેણે એક એથ્નિક કુર્તી પહેરી છે અને સાથે ઘણી જવેલરી પણ પહેરી છે. તેણે કુર્તી નીચે કમ્ફર્ટેબલ લોઅર પહેર્યું છે. આવા કોમ્બિનેશનમાં પણ તે ગ્લેમરસ લાગી રહી છે.

(3:36 pm IST)