ફિલ્મ જગત
News of Friday, 7th February 2020

ફિલ્મ 'મુંબઈ સાગા' માં ઇમરાન હાશમીનું ફર્સ્ટ લુક રીલીઝ

ઇમરાન હાશમી એક ડેડલી પોલીસવાળા પાત્રને કેવી રીતે નિભાવશે.

મુંબઈ : બોલીવુડમાં છેલ્લા દિવસોથી સંજય ગુપ્તાના ડાયરેકશનમાં બની રહેલી ફિલ્મ 'મુંબઈ સાગા' ચર્ચામાં રહેલી છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, ઇમરાન હાશમી, સુનીલ શેટ્ટી, કાજલ અગ્રવાલ, મહેશ માંજરેકર અને પ્રતિક બબ્બર લીડ રોલમાં છે. થોડા દિવસો પહેલા જ ફિલ્મથી જોન અબ્રાહમનું ફર્સ્ટ લુક સામે આવ્યું હતું, જેને લોકોએ ખુબ પસંદ કર્યું હતું.

ફિલ્મમાં જોન અબ્રાહમ એક ગેંગસ્ટરનો રોલ નિભાવી રહ્યા છે તેમની સામે એક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ઇમરાન હાશમી હશે. ત્યાર બાદ સંજય ગુપ્તાએ હવે ફિલ્મના એક મહત્વના પાત્ર ઇમરાન હાશમીનું લુક શેર કર્યું છે. ખાસ વાત એ છે કે, ઇમરાન હાશમીએ આ ફિલ્મમાં પોલીસ વાળાનો રોલ નિભાવ્યો છે.

સોશિયલ મીડિયા પર સંજય દત્તે ઇમરાન હાશમીની એક તસ્વીર શેર કરતા લખ્યું છે કે, મુંબઈ સાગાની ટીમની દરેક વ્યકિત આ વાતને લઈને હેરાન હતા કે, ઇમરાન હાશમી એક ડેડલી પોલીસવાળા પાત્રને કેવી રીતે નિભાવશે.

(12:17 pm IST)