આલિયા ભટ્ટને 'દોસ્તાના-૨' સાથે જોડવામાં આવી નથી
નિર્માતા કરણ જોહરે થોડા સમય પહેલા પોતે 'દોસ્તાના-૨' બનાવશે તેવી વાત કરી હતી. આ ફિલ્મની વાત આવતાં જ આલિયા ભટ્ટનું નામ સામે આવ્યું હતું. આલિયા મુખ્ય રોલ ભજવશે તેવી વાત વહેતી થઇ હતી. પણ કરણે સ્પષ્ટતા કરી દીધી છે. કે પ્રિયંકાની જગ્યાએ આલિયાની એન્ટ્રીની વાત ચાલી રહી છે તેમાં તથ્ય નથી. દોસ્તાના-૨ માટે હજુ કોઇ હિરોઇનની પસંદગી થઇ નથી. કેટલીક વિચારણાઓ થઇ રહી છે. અગાઉ દોસ્તાનમાં મુખ્ય ભૂમિકા અભિષેક બચ્ચન, જોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપડાએ નિભાવી હમતી અને ફિલ્મ સુપરહિટ રહી હતી. તેના ગીતો આજે પણ પાર્ટીઓમાં ધૂમ મચાવે છે. એ ફિલ્મનું નિર્માણ પણ કરણે કર્યુ હતું. આલિયા હાલમાં ગલ્લી બોય, તખ્ત, બ્રહ્માસ્ત્ર, સડક-૨ સહિતના પ્રોજેકટ સાથે જોડાયેલી છે. આશિકી-૩ માટે પણ તેનું નામ ચર્ચામાં આવ્યું હતું.