ફિલ્મ જગત
News of Monday, 7th January 2019

શાહરૂખ ખાન નવી ફિલ્મના કામમાં થયો વ્યસ્ત

શાહરૂખ ખાનની પાછલી ફિલ્મ ઝીરો તેના નામ મુજબ જ ઝીરો સાબિત થઇ છે. આ અસફળતાને ભુલી જઇ શાહરૂખ હવે નવી ફિલ્મના કામમાં વળગી ગયો છે. શાહરૂખ હવે 'સારે જહાં સે અચ્છા' નામની ફિલ્મના કામમાં વ્યસ્ત થયો છે. આગામી સમયમાં આ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ જશે. આ ફિલ્મ ભારતના પહેલા અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માના જીવન પર આધારીત છે. માર્ચ મહિનામાં આ ફિલ્મનું શુટીંગ શરૂ થશે. આ ફિલ્મ માટેનો જબરદસ્ત સેટ ફિલ્મસીટીમાં તેયાર થઇ ગયો છે. આથી હવે ફેબ્રુઆરીમાં જ શુટીંગ શરૂ થઇ જાય તેવી શકયતા છે. પહેલો શેડ્યુલ મુંબઇમાં થશે અને બીજા શેડ્યુલનું શુટીંગ બહારના ભાગોમાં થશે. પહેલા આ ફિલ્મ આમિર ખાનને ઓફર થઇ હતી. પણ આમિરે થોડો વિચાર કર્યા બાદ ના કહી દીધી હતી. આમિરે જ ફિલ્મ માટે શાહરૂખનું નામ સુચવ્યું હતું. નિર્દેશન મહેશ મથાઇ કરશે. નિર્માતા સિધ્ધાર્થ રોય કપૂર છે.

 

(10:30 am IST)