ફિલ્મ જગત
News of Monday, 6th December 2021

પતિથી અલગ પડ્યા પછી વધુ બોલ્ડ બની ગઇ છે સંજીદા

ટીવી અને ફિલ્મી પરદાની જાણીતી અભિનેત્રી સંજીદા શેખ સતત ચર્ચામાં રહે છે. તેની ખુબસુરતીના અનેક ચાહકો છે. તે જ્યારે પણ સોશિયલ મિડીયા પર પોતાની તસ્વીર મુકે છે ત્યારે તરત વાયરલ થઇ જાય છે. સંજીદા સોશિયલ મિડીયા પર ખુબ મોટી સંખ્યામાં ચાહકો ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર ચાર મિલીયનથી વધુ લોકો તેને ફોલો કરે છે. પતિથી અલગ પડ્યા પછી તે વધુ બોલ્ડ બની ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી તે પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. તેણે પોતાની બોલ્ડ અદાથી લોકોને ઘાયલ કર્યા હતાં. સંજીદાએ ટીવી સ્ટાર આમિલ અલી સાથે લગ્ન કર્યા હતાં. ટીવી પરદાની આ હિટ જોડી ગણાતી હતી. પરંતુ તેનું લગ્ન જીવન લાંબુ ચાલ્યું નહોતું. બંને સેરોગસીથી એક દિકરીના માતા-પિતા બન્યા હતાં. થોડા વર્ષ પછી બંને અલગ પડી ગયા હતાં. કુવૈતમાં જન્મેલી સંજીદા પ્રારંભે ૨૦૦૩માં ફિલ્મ બાગબાનમાં જોવા મળી હતી. ટીવી પરદે કયા હોગા નિમ્મો કા, કયામત, કયા દિલ મેં હૈ, સપના બાબુલ કા બિદાઇ, એક હસીના થી, કુંડલી ભાગ્ય, નાગીન-૩ સહિતના અનેક શોથી તે જાણીતી બની છે. વેબ સિરીઝ ગહેરાંઇયામાં પણ જોવા મળી હતી.  

(10:03 am IST)