ફિલ્મ જગત
News of Friday, 6th December 2019

ઉર્વશીએ શાહરુખ-સલમાનને પછાડયાઃ ૧ કલાકના પરફોર્મન્સ માટે ચાર્જ કરે છે ૩ કરોડ

મુંબઇ, તા.૬: મિસ ઈન્ડિયાથી લઈને મેનસ્ટ્રીમ બોલીવૂડ સુધીની સફર કરનારી ઉર્વશી રૌતેલાનું નવું વર્ષ અત્યારથી જ હેપ્પી ન્યૂ યર થઈ ગયું. રિપોર્ટ અનુસાર તે ન્યૂ યર પર એક કલાકના પરર્ફોર્મન્સ માટે ૩ કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે. ભારતમાં એક કલાકના પરર્ફોર્મન્સ માટે આ પહેલા કોઈ બોલિવૂડ સ્ટાર્સે આટલી રકમ લીધી નથી.

રિપોર્ટ અનુસાર આ ઈવેન્ટમાં તે પોતાના હિટ આઈટમ સોંગ પર પરફોર્મ કરતી જોવા મળશે જેમાં ડેડી મમ્મી, હસીનો કા દિવાના અને પાગલપંતીના સોંગનો સમાવેશ થાય છે. આ સાથે તે ટોની કક્કડ સાથે હિટ થયેલું સોંગ 'બિજલી કી તાર'પર પરફોર્મ કરશે.

ઉલ્લેખનીય છે કે ઉર્વશી હાલમાં જ ફિલ્મ પાગલપંતીમાં જોવા મળી. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં જોન અબ્રાહમ, અનિલ કપૂર, અરશદ વારસી, કૃતિ ખરબંદા, પુલકિત સમ્રાટ અને ઈલિયાના ડિ ક્રૂઝ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

(3:32 pm IST)