News of Friday, 6th December 2019
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ ફરી ફિલ્મીપડદે કરશે રોમાન્સ : ધૂમ મચાવશે
ઓન સ્ક્રીન હીટ જોડી ડાયરેક્ટર લવ રંજનની ફિલ્મમાં જોવા મળશે.
મુંબઈ : બોલીવુડના રોકસ્ટાર એટલે રણબીર કપૂર અને અભિનેત્રી દીપિકા પાદુકોણ એક વખત ફરીથી ચર્ચાઓમાં આવી ગયા છે. સમાચાર આવી રહ્યા છે કે, બંનેની જોડી સિલ્વર સ્ક્રીન પર એક વખત ફરીથી ધૂમ મચાવી શકે છે. રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની જોડીને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
, રણબીર સિંહ અને દીપિકા પાદુકોણે ફિલ્મ બચના એ હસીના, યે જવાની હૈ દીવાની અને તમાશામાં એક સાથે કામ કર્યું છે.
હવે કહેવામાં આવી રહ્યું છે કે, રણબીર સિંહ હવે દીપિકા કપૂર સાથે લવ સ્ટોરી પર બેસ્ડ ફિલ્મમાં જોવા મળશે. ચર્ચા હતી કે, રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ઓન સ્ક્રીન હીટ જોડી ડાયરેક્ટર લવ રંજનની ફિલ્મમાં જોવા મળશે.
(11:58 am IST)