ફિલ્મ જગત
News of Friday, 6th December 2019

હિમાચલ પ્રદેશમાં શુભચિંતકોનો આભાર માન્યો અમિતાભ બચ્ચને

મનાલી, તા. ૬ : હિમાચલ પ્રદેશના મનાલીમાં 'બ્રહ્માસ્ત્ર'નું શૂટીંગ કરી રહેલા અમિતાભ બચ્ચને ત્યાંના શુભચિંતકો પ્રતિ આભાર વ્યકત કર્યો છે. મનાલીમાં તેમની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ શૂટીંગ કરી રહ્યાં છે. મનાલી પહોંચતાં જ ત્યાંના સ્થાનિક લોકોએ ખૂબ જ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. મનાલીમાં બરફવર્ષા સાથે જ કડકડતી ઠંડી પડી રહી છે. થોડા સમય પહેલા જ અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે તેઓ અહીં માઇનસ ૩ ડીગ્રીમાં શૂટીંગ કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશની પારંપરિક ટોપી પહેેલો ફોટો ટવીટર પર શેર કરીને અમિતાભ બચ્ચને ટવીટ કર્યું હતું કે, 'ઉમળકાભેર પ્રેમ કરનારા અને હંમેશા હસતો ચહેરો રાખનારા હિમાચલ પ્રદેશના શુભચિંતકો અને ખાસ કરીને તો અમે જયાં કામ કરી રહ્યા છીએ એ મનાલી. તમારા સૌના પ્રેમ અને ઉદાર કાળજી માટે આભાર. મેં તેમનો પારંપરિક પોષાક પહેર્યો છે.'

(10:07 am IST)