ફિલ્મ જગત
News of Friday, 6th December 2019

દિશા પટણીના બેડરૂમ સીક્રેટ્સ

દિશા પટણીએ હાલમાં જ બેડરૂમ સીક્રેટ્સ જણાવ્યા છે. તેણે ન્યુયોર્કની પોર્ટિકો ફેશન બ્રેન્ડના 'જસ્ટ અસ' કલેકશન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટોમાં તેણે બ્લેક સેટિન ડ્રેસ પહેર્યો છે અને રેડ સેટિનના બેડ પર બેઠેલી છે. સલમાન ખાન સાથેની 'રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ'માં દિશા લીડ રોલમાં જોવા મળવાની છે. બેડરૂમ સીક્રેટ્સ વિશે દિશાએ કહ્યું હતું કે 'પોર્ટિકો ન્યૂ યોર્ક ફેમિલીમાં સામેલ થઇને હું ખૂબ ખુશ છું. એનાથી તમારી નાઇટને યાદગાર બનાવો. સાથે જ 'જસ્ટ અસ'ના કલેકશન સાથે તમારી દરેક નાઇટને એવી રીતે માણો જાણે કે એ પહેલી નાઇટ હોય, આ મારા બેડરૂમ સીક્રેટ્સ છે.'

(10:06 am IST)