ફિલ્મ જગત
News of Friday, 6th December 2019

'યે હૈ ચાહતે'માં વિલનનો રોલ સિધ્ધાર્થને

સ્ટાર પ્લસ પરની સિરીયલ 'યે હૈ મહોબ્બતે' ૨૦૧૩થી આવી રહી છે. હવે આ શો 'યે હૈ ચાહતે'ના નામથી આગળ વધી રહ્યો છે. ૧૯મી ડિસેમ્બરથી આ શોનો પ્રારંભ થશે. જે મંજુ કપૂરની નવલકથા 'કસ્ટડી' પર આધારીત છે. જેમાં બે અલગ-અલગ રહેણી-કરણી ધરાવતાં રમણ ભલ્લા અને ડો. ઇશિતા ઐયરની વાત હતી. રમણનું પાત્ર કરણ પટેલે ભજવ્યું હતું. તો ડો. ઇશિતાના રોલમાં દિવ્યાંકા ત્રિપાઠીએ ખુબ વાહ-વાહ મેળવી છે. હવે યે હૈ ચાહતેમાં ઇશિતાની ભત્રીજી પ્રિશા ઐયરનું પાત્ર આવશે. આ પાત્ર કાલ ભૈરવ રહસ્ય અને તંત્ર જેવી સિરીયલમાં કામ કરી ચુકેલી સરગુન કોૈર લુથરા નિભાવી રહી છે. સરગુન સાથે અબરાર કાઝીને લેવાયો છે. જે રિષી ધૂપર નામનું પાત્ર ભજવશે. યે હૈ ચાહતેમાં નેગેટીવ રોલ કોણ નિભાવશે? તેની ચર્ચામાં અગાઉ  અલગ-અલગ નામ સામે આવ્યા હતાં. પરંતુ હવે આ રોલ સિધ્ધાર્થ શિવપૂરીને ફાળવાયો છે. તેણે અગાઉ કસોૈટી જિંદગી કી શોમાં કામ કર્યુ હતું. યે હૈ મહોબ્બતેએ છ વર્ષ સુધી દર્શકોના દિલમાં રાજ કર્યુ છે. હવે આ શોના સ્પીન ઓફ તરીકે યે હૈ ચાહતે એકતા કપૂર લાવી છે.

(10:06 am IST)