ફિલ્મ જગત
News of Friday, 6th December 2019

ક્રિસ્ટલનું સપનુ પુરૂ

ટીવી પરદેથી અનેક અભિનેત્રીઓ બોલીવૂડમાં અને કોલીવૂડમાં પહોંચી સફળતા મેળવી ચુકી છે. વધુ એક આવી અભિનેત્રીની બોલીવૂડમાં એન્ટ્રી થઇ રહી છે. નિર્માતા આનંદ પંડિતની સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ચહેરે થકી ક્રિસ્ટલ ડિસુઝા બોલીવૂડની હિરોઇન બનશે. આ ફિલ્મના નિર્દેશક રૂમી જાફરી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઇમરાન હાસમી, સિધ્ધાંત કપૂર, રિયા ચક્રવર્તી, રઘુવીર યાદ, અનુ કપૂર પણ ખાસ રોલમાં છે. ચોવીસમી એપ્રિલે આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. અનેક ટીવી શો થકી ઘર-ઘરમાં જાણીતી ક્રિસ્ટલે કહ્યું હતું કે ફિલ્મી પરદે મારી એન્ટ્રી ચહેરે ફિલ્મ થકી થઇ રહી છે, આ કારણે હું ખુબ જ ખુશ છું. હું ગોૈરવ અનુભવી રહી છું કે એક મહાન કલાકાર સાથે કામ કરવાની મને તક મળી છે. આ માટે હું રૂમીજી અને આનંદજીની આભારી છું. મારા માટે તો સપનુ પુરૂ થવા જેવું થયું છે. દર્શકોને આ ફિલ્મ ચોક્કસ ગમશે તેવી મને આશા છે. પોલેન્ડમાં એકશન દ્રશ્યો માટે દસમીથી શુટીંગ શરૂ થશે. જેમાં અમિતાભ બચ્ચનના ચેઝ સિનનું ફિલ્માંકન પણ થશે.

 

(10:05 am IST)