ફિલ્મ જગત
News of Thursday, 5th December 2019

'બ્લેક વિડો' ટ્રેલર બાદ હવે 'વન્ડર વુમન'નું પોસ્ટર બાદ ટ્રેલર થશે રિલીઝ

 

મુંબઈ : માર્વેલ યુનિવર્સ ફિલ્મ 'બ્લેક વિડો'નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. આ ટ્રેલરને પ્રેક્ષકો તરફથી સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી રહી છે. 'બ્લેક વિડો'નાં ટ્રેલર પછી આ વખતે ડીસી યુનિવર્સની વન્ડર વુમનનું પાત્ર વાયરલ થઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, 8 ડિસેમ્બરે, 'વન્ડર વુમન 1984'નું ટ્રેલર કોમિક કોન એક્સપિરિયન્સ સાઓ પાઉલો (સીસીએક્સપી) માં રિલીઝ થઈ શકે છે.

આ ફિલ્મમાં ગેઇલ ગેડોટ 'વન્ડર વુમન'નો રોલ ભજવી રહી છે, અને સ્કાર્લેટ યોહનસન 'બ્લેક વિડો'ની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મના ટ્રેલર રિલીઝ થાય તે પહેલા એક તસવીર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટર સીસીએક્સપીમાં દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષની સૌથી રાહ જોવાતી ફિલ્મ્સમાં ગણાય છે. જો કે, આ પોસ્ટરમાં, ડબલ્યુડબ્લ્યુ એટલે કે 'વન્ડર વુમન'ને બદલે એમએમ લખેલું છે, જેનું પૂર્ણ રૂપ મુલ્હાર-મારવિલ્હા છે, જે એક પોર્ટુગીઝ નામ છે અને આ ફિલ્મનું સત્તાવાર નામ પણ છે.

(1:04 am IST)