News of Thursday, 6th December 2018
ઇન્ડિયન આઇડલમાં સલમાનથી થયા સોૈ કોઇ પ્રભાવીત
ટીવીના જાણીતા શો ઇન્ડિયન આઇડલ-૧૦માં એક એકથી ચડીયાતા સ્પર્ધકો છે અને તમામે નિર્ણાયકો તથા દર્શકોના દિલ જીતી લીધા છે. શોમાં બોલીવૂડના અનેક મોટા ગાયકો પણ દરેક એપિસોડમાં આ શોના મહેમાન બને છે અને સ્પર્ધકોને ખાસ ટીપ્સ આપી જાય છે. કેટલાક ગાયકો સ્પર્ધકોને કામ પણ આપતા જાય છે. કુમાર સાનુ એક સ્પર્ધક સલમાનથી ખુબ પ્રભાવીત થયા હતાં. તેણે એમ પણ કહ્યું હતું કે પોતે સમલાન અલીથી ડરે છે! સલમાન શાનદાર, અદ્દભુ અને ઉચ્ચ નોટ્સનો ગાયનમાં ઉપયોગ કરે છે. તેણે બધા સ્પર્ધકો કરતાં અલગ ઓળખ ઉભી કરી છે. સલમાનની મહેનત જોઇને બીજા ગાયકોને પણ દરરોજ વધારાની તૈયારી કરવી પડે છે. સલમાન અલીએ સાબિત કર્યુ છે કે ગાયક કેટલો બહુમુખી હોય છે.
(9:42 am IST)