કુલ્ફી... આકૃતિને મળી રહી છે ફિલ્મોની ઓફર
ટીવી શો 'કુલ્ફીકુમાર બાજેવાલા'માં કુલ્ફીનું પાત્ર નિભાવી ઘર-ઘરમાં જાણીતી બનેલી આકૃતિ શર્માએ સાત વર્ષની ઉમરે જ નામના મેળવી લીધી છે. આ સિરીયલમાં તેનો અભિનય જોઇને સોૈ કોઇ તેના વખાણ કરી રહ્યા છે. આકૃતિના માતા ડિમ્પલ શર્મા કહે છે કે હવે તો આકૃતિને ફિલ્મો માટે પણ ઓફર મળવા માંડી છે. પરંતુ આકૃતિ હજુ નાની છે અને અભ્યાસ પણ તેને કરવાનો છે. સિરીયલની સાથે તે ભણતરમાં પણ ધ્યાન આપી રહી છે. આવા સમયે ફિલ્મોના કામનો ભાર તેના પર વધારવો યોગ્ય નથી. સિરીયલમાં હવે એવું રહસ્ય સામે આવી રહ્યું છે જે સોૈને ચોંકાવશે. જેમાં કુલ્ફી સમક્ષ સોૈથી મોટુ રહસ્ય ખુલ્લુ પડશે. તેના અસલી પિતા સિકંદર નહિ પણ બીજા જ કોઇ છે એ સોૈને જાણવા મળશે. દિલ્હીની આકૃતિની માસુમિયત અને તેના અવાજને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.