ફિલ્મ જગત
News of Friday, 6th September 2019

ઋચાની ભરપુર મહેનત

ઋચા ચઢ્ઢાએ પોતાની અભિનય પ્રતિભા સાબિત કરી દીધી છે. તે દમદાર અભિનય માટે જાણીતી છે. હવે તેની ફિલ્મ સેકશન ૩૭૫ આવી રહી છે. જેમાં તે સરકારી વકિલના રોલમાં જોવા મળવાની છે. ઋચાએ આ પાત્રને ન્યાય આપવા ખુબ મહેનત કરી છે. તે કહે છે પાત્રને ભરપુર ન્યાય આપી શકું એ માટે મેં પહેલા ખુબ વિચાર કર્યો હતો. એ પછી મેં મારી જાતને એ પાત્રમાં મુકી દીધી હતી. સરકારી વકિલ ત્યાં સુધી વધુ કમાઇ નથી શકતાં જ્યાં સુધી એ ટોચ પર ન હોય.  મારા પાત્રમાં ગુસ્સો પણ ખુબ જોવા મળશે. આવતા શુક્રવારે આવી રહેલી આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ વકિલના રોલમાં છે. તેના અને ઋચાના પાત્ર વચ્ચે ખુબ ટક્કર જામશે. ઋચા ફિલ્મમાં બળાત્કારથી પિડીત યુવતિનો કેસ લડી રહી હોય છે. ફિલ્મનું નિર્દેશન અજય બહલે કર્યુ છે. પટનામાં જન્મેલી રૂચાની બોલીવૂડમાં પહેલી ફિલ્મ ઓય લક્કી લક્કી ઓય (૨૦૦૮)માં આવી હતી.  અત્યાર સુધીમાં અઢારથી વધુ હિન્દી ફિલ્મો કરી છે. તેની બીજી ત્રણ ફિલ્મો કતારમાં છે.

(10:18 am IST)