નુસરતના હાથમાં ચાર ફિલ્મો
પ્યાર કા પંચનામા સિરીઝથી લોકપ્રિય બનેલી અભિનેત્રી નુસરત ભરૂચાએ સોનુ કે ટીટૂ કી સ્વીટી જેવી સુપરહિટ ફિલ્મ પણ આપી છે. જો કે તેનો કો-સ્ટાર કાર્તિક આર્યન તેના કરતાં વધુ આગળ નીકળી ગયો છે. જો કે નુસરતના હાથ પર હાલમાં ચાર ફિલ્મો છે. નુસરત હવે આયુષ્યમાન ખુરાના સાથેની ફિલ્મ 'ડ્રીમગર્લ'માં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરે ધૂમ મચાવી છે. નુસરત ફિલ્મો ઉપરાંત સોશિયલ મિડીયા પર પણ સતત સક્રિય રહીને ચાહકો માટે હોટ અને ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. થોડા દિવસ પહેલા જ તેણે લાલ રંગના ડ્રેસ સાથેની તસ્વીરો મુકી હતી, જેને ચાહકોએ ખુબ પસંદ કરી છે. મુંબઇમાં જન્મેલી નુસરત ૨૦૦૬થી ફિલ્મોમાં કામ કરી રહી છે. જય સંતોષી મા ફિલ્મમાં તેણે મહિમાનો રોલ કર્યો હતો. એ પછી તેની કલ કિસને દેખા, તાજ મહેલ, લવ સેકસ ઓૈર ધોખા, પ્યાર કા પંચનામા, આકાશવાણી, ડર એટધરે મોલ, મેરઠીયા ગેંગ સહિતની ફિલ્મો આવી ચુકી છે. હવે તે ડ્રીમગર્લ અને મરજાંવામાં જોવા મળશે. તુર્રમખાન અને હુડદંગમાં પણ તે કામ કરી રહી છે.