ફિલ્મ જગત
News of Monday, 6th August 2018

પ્રિયંકા ચોપરાઅે સંજય લીલા ભણસાલીની ગેંગસ્ટર ફિલ્મ ગંગુભાઇ કોઠેવાલીના પ્રોજેક્ટને છેલ્લી ઘડીઅે બાય-બાય કહી દીધુ

મુંબઇઃ હાલમાં પ્રિયંકા ચોપરા તેની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઇફે કારણે ચર્ચામાં છે. સલમાન ખાનની ફિલ્મ 'ભારત' છોડ્યા બાદ હવે 'દેસી ગર્લ' વધુ એક બોલિવૂડ પ્રોજેક્ટને બાય-બાય કહી રહી છે. અહીં વાત થઇ રહી છે સંજય લીલા ભણસાલીની ગેંગસ્ટર ફિલ્મ 'ગંગૂબાઇ કોઠેવાલી'ની.

'1 વર્ષ પહેલાં સમાચાર હતા કે પ્રિયંકા અને ભણસાલી એક સાથે ગેંગસ્ટર મૂવી 'ગંગૂબાઇ કોઠેવાલી' લઇને આવી રહ્યાં છે. પણ હવે ચર્ચા છે પ્રિયંકા 'ભારત'ની જેમ જ આ પ્રોજેક્ટને પણ છેલ્લી ઘડીએ બાય-બાય કહી દીધો છે.'

પ્રિયંકાનાં આમ કરવાથી સંજય લીલી ભણસાલી પણ ચકિત થઇ ગયા છે. ભણસાલી પ્રિયંકા ચોપરાની સાથે આ પ્રોજેક્ટને બનાવવા માટે સંપૂર્ણ તૈયાર હતાં. જોકે કહેવાય રહ્યું છે કે, એક્ટ્રેસે તેનાં હોલિવૂડ પ્રોજેક્ટ Cowboy Ninja Vikingને કારણે ભણસાલીની ફિલ્મથી દૂરી બનાવી લીધી છે.

(6:07 pm IST)