ફિલ્મ જગત
News of Monday, 6th July 2020

એક એપીસોડ માટે ૧૬ કરોડ રૂપિયા માગ્યા સલમાને બિગબોસ માટે

સુપરહિટ રિયાલીટી શો માટે દબંગ સ્ટારને મોં માગી રકમ આપવાની ચેનલની તૈયારી

મુંબઇ,તા.૬ : લોકડાઉન વચ્ચે પણ કેટલાક સ્ટાર્સની વેલ્યુમાં કોઈ ઘટાડો થયો નથી. આવા સ્ટાર્સનાં નામોમાં સલમાન ખાનનું નામ ટોચ પર આવે છે. સલમાન ખાને પોતાના રિયલિટી શો બિગ બોસ માટે એપિસોડ દીઠ ૧૬ કરોડની ડેમાન્ડ કરી છે. સલમાનને આ રિયલિટી શોએ ગયા વર્ષે ૧૩મી સીઝનમાં ટીઆરપીના તમામ રેકોર્ડ તોડ્યા હતા.

ઓંડિયન્સે શોને એ સ્તર પર પ્રતિભાવ આપ્યો હતો કે પોતાનાં તમામ શેડ્યુલ  ચેન્જ કરીને બિગ બોસ શો દોઢ મહિના માટે વધારી દીધો હતો. બિગ બોસની આ વર્ષે ૧૪મી સીઝન છે. આવતી સીઝન માટે સલમાન ખાને ગયા વર્ષ કરતાં બે કરોડ વધુ ફી માગી છે. ગયા વર્ષે સલમાન ખાનને એપિસોડદીઠ ૧૪ કરોડ ચૂકવવામાં આવ્યા હતા.

બિગ બોસની પોપ્યુલરલિટી અને સલમાન ખાનની ડિમાન્ડને જોઈને ચેનલે પણ સલમાને જે ફી ડિમાન્ડ કરી છે એ ચૂકવવાની તૈયારી દર્શાવી છે.

લોકડાઉન પછી દરેક ટીવી-ચેનલ પણ પોતાનું સ્થાન નવેસરથી મજબૂત બનાવવા માટે મહેનત કરી રહી છે એવા સમયે કલર્સ આ સ્ટેપ લે એમાં કોઈ નવાઈની વાત નથી. બિગ બોસની નવી સીઝનનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે.

(3:56 pm IST)