ફિલ્મ જગત
News of Monday, 6th July 2020

અહિ દબાણ ઓછુ હોય છે : અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચને તાજેતરમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વીસ વર્ષ પુરા કર્યા છે. હવે તે ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી રહ્યો છે. તેની વેબ સિરીઝ બ્રિધ-ઇન ટુ ધ શૈડોઝ રિલીઝ થવાની તૈયારમાં છે. જેનું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ટ્રેલરે બધાને ગમી રહ્યું છે. અભિષેકે કહ્યું હતું કે બોલીવૂડ કરતાં અહિ એટલે કે ડિજીટલ દુનિયામાં તમારા પણ દબાણ ઓછુ રહે છે. અહિ ફિલ્મો કરતાં જજમેન્ટ ઓછુ છે, જો કે વધુને વધુ સારો દેખાવ કરવાનું દબાણ તો રહે જ છે. અભિષેકે આગળ કહ્યું હતું કે લોકો તમારા કામને જૂએ છે પછી એ સોશિયલ મિડીયા યુઝર્સ હોય કે પછી વિવેચકો.

અહિ સતત એક જ ચર્ચા થાય છે કે તમારું કામ આ લોકોને ગમ્યું કે નહિ. દબાણ એટલે ઓછુ છે કે અહિ બોકસ ઓફિસની જેમ આંકડા નથી. અભિષેકે કહ્યું હતું કે હું બીજી સિઝનમાં કામ કરી રહ્યો છું. પરંતુ મેં પહેલી સિઝન પુરેપુરી જોઇ નથી. મને પહેલો એપિસોડ ખુબ ગમ્યો હતો. બાકીના એપિસોડ જાણી જોઇને જોયા નથી. અભિષેક આ સિરીઝમાં પિતાનો રોલ નિભાવી રહ્યો છે. ૧૦ જુલાઇએ સિરીઝ રિલીઝ થશે.

(9:47 am IST)