મિસ્ટર બજાજ... કરણ પટેલ વસુલશે ડબલ ફી
એકતા કપૂરની સિરીયલ 'કસોૈટી જિંદગી કી'નું શુટીંગ ફરીથી શરૂ થઇ ગયું છે. આ શોમાં મિસ્ટર બજાજનું પાત્ર હવે બદલાઇ ગયું છે. આ પાત્ર હવે કરણ પટેલ નિભાવશે. જો કે નવી વાત એ છે કે કરણ પટેલે આ શો માટે ડબલ ફી વસુલવાનો નિર્ણય કર્યો છે. અગાઉ યે હૈ મહોબ્બતે માટે એક દિવસના દોઢ લાખ વસુલતો હતો. હવે તે આ નવા પાત્ર માટે ત્રણ લાખ ફી વસુલવાનો છે. લોકડાઉન અને મંદી તથા લાંબો સમય શુટીંગ બંધ રહ્યા પછી પણ અચાનક કરણે આટલી મોટી ફી વસુલવાનો નિર્ણય કર્યો એ હિમ્મતની વાત છે. જો કે કરણે આટલી ફી વસુલવાનું નક્કી કર્યુ તેનું કારણ ખુબ સારુ છે. કરણ ફીમાંથી માત્ર ત્રીસ ટકા ફી પોતે રાખશે અને બાકીની રકમમાંથી તે પોતાના સ્ટાફ એટલે કે મેકઅપ આર્ટિસ્ટ, હેરસ્ટાઇલિસ્ટ અને વેનિટી વેન હેલ્પર તેમજ સ્પોટ બોય તથા મેનેજર વચ્ચે વહેંચી દેશે. હાલના સમયમાં બધા જ પગાર કાપવાના મૂડમાં છે ત્યારે કરણે પોતાના સ્ટાફની પણ ચિંતા કરી તે કાબીલેદાદ છે.