ફિલ્મ ગોલ્ડના પાર્ટી સોન્ગમાં ડાન્સ કરતા જોવા મળ્યા અક્ષય-મૌની
મુંબઈ:અભિનેતા અક્ષય કુમાર અને મૌની રોયે પોતાની ફિલ્મ ગોલ્ડ માટે એક પાર્ટી સોન્ગ શુટ કર્યુ છે. આ ગીતમાં બન્ને કલાકારો રેટ્રો લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહ્યા છે.
ફિલ્મમાં મૌની રોય, અક્ષય કુમારની પત્નીની ભૂમિકામાં છે અને આ તેની ડેબ્યુ ફિલ્મ છે. 'મોનો બીના...' પાર્ટી સોન્ગમાં અક્ષય અને મૌની પારમ્પરીક બંગાળી અવતારમાં જોવા મળી રહ્યા છે. આ ગીત ટૂંકમાં જ રીલીઝ કરવામાં આવનાર છે. ફિલ્મનું ગીત મોનો બીનાને તનિષ્ક બાગચીએ લખ્યુ છે. જ્યારે આ ગીતમાં થોડુ યોગદાન અભિનેતા અક્ષય કુમારનુ પણ છે.
ગીતના સંગીતકાર તનિષ્કે કહ્યુ કે, આ ગીત માટે ફિલ્મના નિર્માતા ફરહાન અખ્તર અને રીતેશ સિધવાનીની સાથે સલાહ લેવાઈ હતી. પહેલા આ ગીતની શરુઆત મોના લિસાથી હતી, પરંતુ અક્ષયની સલાહ બાદ આ ગીતના શબ્દો મોનો બીના કરી દેવામાં આવ્યા. આ ગીતમાં ગાયક યાસીર, મોનાલી ઠાકુર અને શાશા તિરુપતિએ અવાજ આપ્યો છે. મહત્વનુ છે કે, આ ફિલ્મના ટ્રેલરે પહેલાથી જ યુ ટયુબ અને અન્ય માધ્યમો પર ધૂમ મચાવેલી છે. ફિલ્મના ટ્રેલરને લોકો ખૂબ પસંદ કરી ચુક્યા છે. ત્યારે લોકો આ ગીતની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.