ફિલ્મ જગત
News of Friday, 6th July 2018

અમિતાભ સાથે ફિલ્મ માટે અક્ષય કુમારને ના પાડવી પડી

અક્ષય કુમારના હાથ પર હાલમાં એટલી બધી ફિલ્મો છે કે તે નિર્માતાઓને નવી ફિલ્મ માટે સતત ના પાડી રહ્યો છે. તેની પાસે આગામી બે વર્ષ સુધી તારીખ જ નથી. આ કારણે એક હિટ ફિલ્મની સિકવલ છોડવા પણ મજબૂર થવું પડ્યું છે. આ ફિલ્મ હતી અમિતાભ બચ્ચન સાથેની આંખે. આંખેની સિકવલમાં બીગ-બી સાથે અક્ષયને પણ કામ કરવાનું હતું. તેણે નિર્માતાઓને આ ફિલ્મનું કામ બે વર્ષ પછી શરૂ કરવા કહ્યું હતું. પણ નિર્માતાને હમણા જ ફિલ્મ ફલોર પર લઇ જવી હોઇ અક્ષય કામ કરી શકયો નથી. અગાઉની ફિલ્મમાં અમિતાભ, અક્ષય, અર્જુન રામપાલ, સુસ્મિતા સેન, પરેશ રાવલ મુખ્ય રોલમાં હતાં. હવે સુશાંતસિંહ રાજપૂત અને કાર્તિક આર્યનને સામેલ કરાયા છે. બંને યુવા કલાકારને અમિતાભ સાથે કામ કરવાની તક મળતાં અત્યંત ખુશ છે.

(9:36 am IST)