ફિલ્મ જગત
News of Thursday, 6th June 2019

કાર્તિક આર્યન તદ્દન નિસ્વાર્થ અભિનેતા છેઃ અનન્યા પાંડે

બોલીવૂડમાં સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ દ્વારા એન્ટ્રી કરી ચુકેલી અનન્યા પાંડેની આ ફિલ્મની ભુમિકાને દર્શકોએ વખાણી છે. ચંકી પાંડેની દિકરી અનન્યાની ડાયલોગ ડિલીવરી પણ જોરદાર છે. અનન્યા હવે મુદ્દસર અઝીઝની ફિલ્મ 'પતિ પત્નિ ઓૈર વો'ની રિમેકમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર છે. ફિલ્મ છઠ્ઠી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કાર્તિક સાથે  કેવું બોન્ડીંગ છે? તે અંગે અનન્યાએ કહ્યું હતું કે આ ફિલ્મ તદ્દન અલગ છે. હું એક જુના જમાનાની યુવતિના રોલમાં છું. જે સ્ટુડન્ટ ઓફ ધ યર કરતાં તદ્દન અલગ છે. ફિલ્મ સંપુર્ણ રિમેક નથી, ઓરિજિનલ ફિલ્મનું નવું વર્ઝન છે. હું અને કાર્તિક બીજાને હસાવવાનું પસંદ કરીએ છીએ. અભિનેતા તરીકે કાર્તિક તદ્દન નિસ્વાર્થ છે. કારણ કે તે પોતાના પાત્રને નહિ, સિનને સારો બનાવવાનો પ્રયાસ કરે છે.

(11:26 am IST)