ફિલ્મ જગત
News of Wednesday, 6th June 2018

હવે સમય મહિલા ડાયરેક્ટર્સનો આવી રહ્યો છે : આલિયા ભટ્ટ

મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યુ હતું કે હવે સમય મહિલા ડાયરેક્ટર્સનો આવી રહ્યો હોય એવું મને લાગે છે. છેલ્લી થોડીક હિટ ફિલ્મો પર તમે નજર કરો તો તમને મારી વાતનો ખ્યાલ આવશે. તાજેતરમાં આલિયાની મેઘના ગુલઝાર નિર્દેશિત ફિલ્મ રાઝીએ બોક્સ ઑફિસ પર ધમાકો બોલાવ્યો હતો. અત્યાર અગાઉ અજય દેવગણ, અક્ષય કુમાર, ખાન ત્રિપુટી વગેરેની ફિલ્મો બોક્સ ઑફિસ પર ૧૦૦ કરોડની આવક સર્જતી ફિલ્મો આપતા હતા. વખતે પહેલીવાર આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીએ બોક્સ ઑફિસ પર ધમાકા બોલાવ્યો હતો. અત્યાર પહેલાં આલિયાએ આપેલી ઔર એક હિટ ફિલ્મ ડિયર જિંદગી ગૌરી શિંદેની હતી. પણ મહિલા ડાયરેક્ટર હતી. હાલ રણવીર સિંઘ સાથે ઝોયા અખ્તરની ગલી બૉય કરી રહી છે. આમ ત્રણ મહિલા ડાયરેક્ટર્સ સાથે એણેે કામ કર્યું જેમાંની બે ફિલ્મો હિટ નીવડી. હવે આલિયા અશ્વિની આયર તિવારી સાથે એક કોમેડી ફિલ્મ કરવાની છે. એણે કહ્યું કે દિવસે દિવસે વધુ ને વધુ મહિલા ડાયરેક્ટર્સ આગળ આવી રહ્યા છે. ભવિષ્ય મહિલા ડાયરેક્ટર્સનું ઊજળું રહેશે. હાલ કરણ જોહરની સુપરહીરો ટ્રિલોજીની પહેલી કડી સમી ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરી રહી છે જેમાં રણબીર કપૂર એની સાથે ચમકી રહ્યો છે.

(3:46 pm IST)