ફિલ્મ બ્રહ્માસ્ત્રના બીજા શિડયુલના શૂટિંગનો આરંભ
મુંબઇ : ફિલ્મ સર્જક કરણ જોહરની સૂચિત સુપરહીરો ટ્રિલોજીની પહેલી કડી સમી ફિલ્મ બ્રહ્માસ્ત્રના બીજા શિડયુલના શૂટિંગનો મંગળવારે આરંભ થયો હતો. આ શિડયુલમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર ભાગ લઇ રહ્યા છે. પહેલા શિડયુલનું શૂટિંગ બલ્ગેરિયામાં થયું હતું જેમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ભાગ લીધો હતો. સુપરહીરો તરીકે રણબીર કપૂરે દેખાડવા એને વિવિધ ભારતીય માર્શલ આર્ટસની તાલીમ આપવામાં આવી હતી. સાથોસાથ ઘોડેસવારીની પણ તાલીમ આપવામાં આવી હતી. હોલિવૂડની સુપરમેન, સ્પાઇડર મેન, આયર્ન મેન વગેરેની જેમ આ સુપરહીરોમાં પણ કેટલાક સુપર નેચરલ પાવર્સ હશે એમ જાણવા મળ્યુ ંહતું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ ચમકી રહી છે અને રણબીરના દોસ્ત અયાન મુખર્જી એના ડાયરેક્ટર છે. બીજા શિડયુલનો આરંભ મુંબઇમાં થયો હતો. જો કે લોકેશન વગેરે બાબતો ગુપ્ત રાખવામાં આવી છે કે મુંબઇમાં ખરેખર ક્યાં શૂટિંગ થઇ રહ્યું છે. બીજા શિડયુલના જે ફોટોગ્રાફ્સ લીક થયા છે એમાં બંને મુખ્ય કલાકારો સાદા પોષાકમાં દેખાય છે.