ફિલ્મ જગત
News of Wednesday, 6th June 2018

એશ્વર્યા રાયને ફિલ્મ 'ફન્ને ખાંન'માં ફીસ ઓછી કરવા કરાઈ ભલામણ

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય અત્યારે પોતાની આગામી ફિલ્મ ફન્ને ખાંને લઈ વ્યસ્ત છે. જોકે ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થતા પહેલા એવા અહેવાલ સામે આવ્યા છે કે એશ્વર્યા પાસે ફી ઓછી કરવા માટે ભલામણ કરવામાં આવી છે. 

 

સુત્રોના જણાવ્યા મુજબ, આમ કરવા પાછળનુ કારણ ફિલ્મના પ્રોડયુસર્સનુ બદલાવુ છે. જોકે હજી સુધી અંગે કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ સામે આવ્યુ નથી. ફિલ્મમાં એશ્વર્યાની સાથે અનિલ કપુર અને રાજકુમાર રાવ લીડ રોલમાં છે. સુત્રોના જણાવ્યા મુજબ ફિલ્મનુ અડધા ઉપરનુ શુટિંગ પુર્ણ થઈ ચુક્યુ છે. 
એવામાં ફી ઓછી કર્યા બાદ સ્ટાર્સ અને પ્રોડક્શન બન્ને માટે રીસ્ક છે. થોડા દિવસ અગાઉ એશ્વર્યાએ પોતાના પરિવાર અને પ્રશંસકો માટે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. જે એશે જયા બચ્ચન અને અમિતાભની ૪૫મી મેરેજ એનીવર્સરી પર પોસ્ટ કરી હતી.

 

(3:45 pm IST)