ફિલ્મ જગત
News of Thursday, 6th May 2021

અભિનય જગતને વધુ એક ઝટકોઃ અભિનેત્રી શ્રીપ્રદાનું કોરોનાથી નિધન

ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, ગોવિંદા સાથે ફિલ્મો કરી હતીઃ ૮૦-૯૦ના દાયકામાં શ્રીપ્રદાએ બંટવારા, બેવફા સનમ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતું

નવી દિલ્હી તા. ૫: કોરોના મહામારીએ વધુ એકટ્રેસનો ભોગ લઇ લીધો છે. સાઉથની પીઢ એભિનેત્રી શ્રીપદાનું નિધન થયું છે.  તેમણે ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના અને ગોવિંદા સાથે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. શ્રીપ્રદા ઘણા દિવસથી સંક્રમિત હતા અને ૫મેના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. બુધવારે સીટીએનટીએએનાં જનરલ સેક્રેટરી અમિત બહલે શ્રીપદાનાં નિધનની પુષ્ટિ કરી હતી. અમિતે કહ્યું કે, 'શ્રીપદા પણ કોરોના મહામારીનો ભોગ બની ગઇ. તેમણે સાઉથ અને હિન્દી ફિલ્મોમાં ઘણાં મહત્વનાં રોલ અદા કર્યાં છે. આ ખુબજ દુઃખની વાત છે કે,ફિલ્મ ઉદ્યોગની અનેક હસ્તી કોરોનાનો ભોગ બની છે. આપણે આટલી શ્રેષ્ઠ એકટ્રેસ ગુમાવી દીધી છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, તેમની આત્માને શાંતિ મળે. કોરોના મહામારીની બીજી લહર ખુબજ ઘાતક છે. આને ઘણાંનાં જીવ લીધા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ ધણાં લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે.શ્રીપ્રદાએ ૮૦-૯૦ના દાયકામાં દક્ષિણ સાથે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમની જાણીતી ફિલ્મોમાં આગ કે શોલે, ખૂન કી પ્યાસી, બેવફા સનમ, વકત કી રફતાર ઉપરાંત ૧૯૮૯ની ધર્મેન્દ અને દિવંગત વિનોદ ખન્ના સાથેની ફિલ્મ બંટવારાનો સમાવેશ થાય છે. તે સિવાય શ્રીપ્રદાએરવિ કિશન સાથે ભોજપુરી ફિલ્મમાં પણ કામ કર્યું. દક્ષિણ, હિન્દી અને ભોજપુરી સહિત તેમણે ૭૦થી વધુ ફિલ્મો કરી હતી.

(3:08 pm IST)