ફિલ્મ જગત
News of Thursday, 6th May 2021

વધુ એક વેબ સિરીઝમાં સામેલ થઇ સોનાક્ષી

સોનાક્ષી સિન્હા વધુ એક પ્રોજેકટ સાથે જોડાઇ ચુકી છે. દમદાર અભિનયને કારણે બોલીવૂડમાં સોનાક્ષીએ પોતાનું અલગ જ સ્થાન ઉભુ કર્યુ છે. હવે તે વેબ સિરીઝ  બુલબુલ તરંગને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સોનાક્ષી નાનકડા શહેરની બિન્દાસ્ત છોકરીના રોલમાં છે. આ સિરીઝની કહાની દહેજ પ્રજા આસપાસ હોવાની ચર્ચા છે. બુલબુલ તરંગની કહાની સામાજીક કુપ્રથા દહેજ પર આધારીત છે. સામાજીક વ્યંગાત્મક ડ્રામા જોનરની આ સિરીઝમાં સોનાક્ષી એવી છોકરીનો રોલ નિભાવી રહી છે જે સમાજમાં ફેલાયેલી દેહજની બદ્દીને દૂર કરવા તેની સામે લડવા તૈયાર છે. આ આધુનિક જમાનાની સિરીઝ છે. સોનાક્ષીને આ રોલ ઓફર થતાં જ તેને ખુબ ગમી ગયો હતો અને તે કામ કરવા તૈયાર થઇ ગઇ હતી. ફિલ્મની પટકથા અને પોતાની ભુમિકા સોનાક્ષીને ખુબ ગમ્યા છે. સોનાક્ષી માટે આ કહાની હૃદયસ્પર્શી હતી. નિર્દેશન શ્રીનારાયણ સિંહ કરી રહ્યા છે. સોનાક્ષી અન્ય સિરીઝ ફોલન અને હીરામંડીમાં પણ જોવા મળવાની છે.

(10:28 am IST)