ફિલ્મ જગત
News of Thursday, 6th May 2021

બાળ કલાકારો માઇશા અને તન્યમને ખુબ જ ગમે છે જાદૂ

અલગ અલગ ટીવી શોમાં કામ કરતાં બાળ કલાકારો પણ પોતાની આગવી ઓળખ ઉભી કરતાં હોય છે. આ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ ચાર વર્ષથી કામ કરી રહેલા માઇશા દિક્ષીત અને તન્મય રૂષી શાહ હાલમાં દંગલના શો નિક્કી ઓૈર જાદુઇ બબલમાં સાથે કામ કરી રહ્યા છે. આ બંને બાળ કલાકારો અસલી જિંદગીમાં પણ જાદૂને પસંદ કરે છે. માઇશાએ કહ્યું હતું કે મારા પાત્રનું નામ નિક્કી છે. તે પણ તેના પિતાની જેમ જાદૂગર છે. માતા-પિતાને ગુમાવ્યા પછી પણ નિક્કી હારીને બેસી રહેતી નથી. તન્મય કહે છે મારા પાત્રનું નામ બબલ છે, જે ખુબ જ તોફાની છે. તે હમેંશા નિક્કીની રક્ષા કરવા માટે અનેક જાદૂનો ઉપયોગ કરે છે અને નિક્કીનો સોૈથી સારો દોસ્ત બની જાય છે. આ શો હેરી પોટરની ફિલ્મ સાથે મળતો આવે છે. કારણ કે અહિ બધુ જાદૂ વિશે છે. મારા પાત્રનો સોૈથી વધુ સારો ભાગ જાદૂ કરવાનો છે. બબલ જાદૂનો ઉપયોગ કરીને કંઇપણ કરી શકે છે. જાદૂઇ મંત્ર બબલ કા બાલ્પૂ કર દે ટ્રબલ છૂ ખુબ જ અનોખો છે. હું વ્યકિતગત રીતે પણ મારા પાત્રને ખુબ પસંદ કરુ છું.

(10:28 am IST)