ફિલ્મ જગત
News of Monday, 6th May 2019

યુપીના સીએમ યોગીની બાયોપિકમાં આ અભિનેતાને લીડ રોલ

મુંબઈ:છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં રાજકારણીના જીવન પરથી બાયોપિક બનાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. નરેન્દ્ર મોદી, નીતિન ગડકરી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ અને હવે યોગી આદિત્યનાથ પર ફિલ્મ બની રહી હોવાના અહેવાલ છે. PM  નરેન્દ્ર મોદીના જીવન પરથી બની રહેલી વિવેક ઓબેરોય અભિનીત દિગ્દર્શક ઓમંગ કુમારની આગામી બાયોપિક ફિલ્મ PM નરેન્દ્ર મોદી ૨૪ મેએ ભારતભરમાં રિલીઝ થવાની છે. યોગી આદિત્યનાથના કિરદારને પીઢ અભિનેતા કુમુદ મિશ્રા ન્યાય આપશે. યુપીના વારાણસી શહેરમાં ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ થવાનં છે. ફિલ્મ મંદિરો માટે મૂર્તિ બનાવનાર એક મુસ્લિમ મૂર્તિકારના જીવન પર બની રહી છે.

(5:18 pm IST)