News of Saturday, 6th April 2019
2020માં ભાણી અલીજે અગ્નિહોત્રીને બોલીવુડમાં લોન્ચ કરશે સલમાન ખાન
મુંબઈ: બોલિવૂડ અભિનેતા અતુલ અગ્નિહોત્રીની પુત્રી અલીજે અગ્નિહોત્રી બોલિવૂડમાં આવતા વર્ષે ડેબ્યૂ કરે એવી ચર્ચા છે. સલમાન ખાન ભાણી અલીજે માટે એક સારી સ્ક્રિપ્ટની તલાશમાં છે. સલમાન ખાન ભાણીને આવતા વર્ષે લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. જેને માટે તેણે કોરિયોગ્રાફર સરોજ ખાનને ભાણીને ભારતીય ડાન્સની તાલીમ માટે બોલાવ્યા છે. સલમાન ખાન પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ અલીજે આગામી વર્ષે બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. આ અગાઉ અલીજેએ આંટી સીમા ખાનના કલોથ બ્રાન્ડિંગ માટે રેમ્પ વોક કર્યું હતું.
(6:06 pm IST)