ફિલ્મ જગત
News of Saturday, 6th February 2021

થીએટ્રીંકલ રાઇટસમાં જ મળ્યા ૩૪૮ કરોડ

ફિલમ RRR રિલીઝ પહેલા જ તોડશે બાહુબલીનો રેકોર્ડ

બાહુબલીને મળ્યા હતા ૨૧૫ કરોડ

નવી દિલ્હીઃ પેન ઇન્ડિયાની ફિલ્મ 'આરઆરઆર' પોતાની જાહેરાત પછીથી ખૂબ ચર્ચામાં રહી છે. આ ફિલ્મ ૧૦ ભાષાઓમાં રિલીઝ થશે અને તેની રીલીઝની જાહેરાત પછીથી ફકત પાંચ  ભાષાઓના થીએટ્રીકલ રાઇટસ માટે અત્યાર સુધીમાં ૩૪૮ કરોડથી વધારેની ઓફરી મળી ચૂકી છે. જયારથી ફિલ્મની રીલીઝ ડેટની જાહેરાત થઇ છે ત્યારથી બધાનો ઉત્સાહ સાતમા આસમાને છે.

ઓકટોબરમાં રીલીઝ થનારી 'આરઆરઆર'ને તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમના થીએટ્રીકલ રાઇટસ માટે બધા મળીને ૩૪૮ કરોડ રૂીપયાની ઓફર મળી છે. નિઝામમાં ૭૫ કરોડ, આંધ્રપ્રદેશમાં ૧૬૫, તમિલનાડુમાં ૪૮, મલયાલમમાં ૧૫ કરોડ રૂપિયા અને કર્ણાટકમાં ૪૫ કરોડ સાથે આ આંકડો ૩૪૮ કરોડ રૂપિયાનો થાય છે. આ તો ફકત થોડી જ ભાષાઓ છે. સાથે જ ટીમને બોલીવુડમાંથી પણ ભારે ઓફરો મળી રહી છે કેમ કે અહીંના દર્શકો પણ આ ફિલ્મ બાબતે બહુ બીઝનેસને પાછળ રાખી દીધો છે, જેણે દક્ષિણભાષી રાજયોમાંથી લગભગ ૨૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

એનટીઆર, રામચરણ, અજય દેવગણ, આલિયા ભટ્ટ, સમુથીરકાની અને એલીસન ડૂડી સહિત ભારતીય સીનેમાના અન્ય દિગ્ગજ સ્ટાર્સ આ ફિલ્મમાં છે. આ ફિલ્મ એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશીત છે. આ એક એકશન પેકડ ફીલ્મ છે જે લોકપ્રિય સ્વતંત્રતા સેનાનીઓ કોમારાય ભીમ અને અલ્લૂરી સીતારામારાજૂના શરૂઆતના દિવસોનું એક કાલ્પનિક વર્ણન છે. આ બહુ પ્રતિક્ષીત પેન ઇન્ડિયા ફિલ્મને ૧૩ ઓકટોબર ૨૦૨૧માં દશેરાના શુભ અવસરે રીલીઝ કરવામાં આવશે.

(11:22 am IST)