ફિલ્મ જગત
News of Thursday, 6th February 2020

બાલવીર-અલાદ્દીનના પાત્રો દેવ અને રાશુલ એકસાથે દેખાશે

સોની સબ પર આવતા શો અલાદીન-નામ તો સુના હોગા અને બાલવીર રિટર્ન્સની કાસ્ટની અદલા-બદલી થઇ શકે છે. આને કારણે જૂના મિત્રો દેવ જોષી અને રાશુલ ટંડન ફરી એક વાર સાથે જોવા મળશે. બાલવીર રિટર્ન્સના સેટ પર રાશુલ ટંડને હાલમાં જ શૂટિંગ કર્યું હતું.

અલાદીન અને બાલવીર સાથે મળીને તેમની અત્યાર સુધીની સૌથી મોટી ચેલેન્જનો સામનો કરશે. રાશુલ સાથે ફરી કામ કરવા વિશે દેવ જોષીએ કહ્યું હતું, મને જયારે ખબર પડી કે રાશુલ અમારી સાથે શૂટ કરવાનો છે ત્યારે તેને મળવા માટે હું ખૂબ ઉત્સુક હતો. તેની સાથે મસ્તી તો કરૂ  જ છું, પરંતુ તેની પાસેથી મને ઘણું શીખવા પણ મળે છે. બાલવીરમાં સાથે કામ કર્યા બાદ અમે એક શાર્ટ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. તે મારા ભાઈ જેવો છે અને અમારા પરિવારજનો પણ એકબીજાને ઓળખે છે.  શોનો આ નવો પ્રયોગ દર્શકોને ખુબ ગમશે. રાશુલે કહ્યું કે દેવ જયારે બાળક હતો ત્યારે મેં તેની સાથે કામ કર્યું હતું અને અઢી વર્ષ બાદ અમે એક જ ફ્રેન્ચાઇઝીમાં કામ કરી રહ્યા છીએ. દેવ સાથે મારી દોસ્તી એવી છે કે અમારે એકબીજાને કંઈ કહેવું નથી પડતું, અમે સમજી જઈએ છીએ.

(10:06 am IST)